જે પણ વિધ્યાર્થી મિત્રો ને ગુજરાતી રજા ચિઠ્ઠી લખતા ના અવાડતું હોય તો તેમના માટે આ પોસ્ટ ખુબજ ઉપયોગી થસે જેમાં તમે સિખશો કે ગુજરાતી રજાચિઠ્ઠી કેવી રીતે લખવી? Raja Chithi In Gujarati ત્યારે જ જરૂર પડે છે જ્યારે આપડે શાળા માં કોઈ કારણથી ના જવાનું હોય અને શાળા ના નિયમ મુજબ આપડે વર્ગ શિક્ષક પાસેથી રજા લેવાની હોય.
![]() |
રજાચિઠ્ઠી ગુજરાતી માં |
તો ચાલો વધારે સમય ના બગાડતાં હું તમને ગુજરાતી માં રજાચિઠી કઈ રીતે લખવી તેના વિષે માહિતી આપું જેથી તમે પણ કોઈ કારણસર શાળા માથી રજા લેવા માંગતા હોય તો નીચે બતાવેલ માહિતી મુજબ એક રજા ચિઠીનો નમૂનો જોઈને તમારા યોગ્ય કારણ સાથે લખી શકો.
વર્ગશિક્ષક ને રજાચિઠ્ઠી કેવી રીતે લખવી ?
- ચિઠીની શરૂવાત હમેંશા જમણી બાજુથી કરવાની હોય છે જેમાં સૌપ્રથમ તમારું નામ , સરનામું , પિનકોડ વગેરે અને તારીખ લખવાની હોય છે. જેને તમે નીચે ફોટો માં પણ જોઈ શકો છો.
- ત્યારબાદ ડાબી સાઇડ માં વિષય લખી શકો છો જેમાં તમે રજા મૂકવાનું કારણ બતાવી શકો અને હવે ચિઠ્ઠી નો મુખ્ય ભાગ શરૂ થાય છે.
- જેમાં ડાબી સાઇડ વિષય ની નીચે તમારા વર્ગ શિક્ષક ને સંબોધીને લખી શકો કે પૂજય ગુરુજી , આદરણીય ગુરુજી કે પછી ડિયર સર, આટલું લખીને એક લાઇન મૂકી દેવી.
ગુજરાતી રજાચિઠ્ઠી નો નમૂનો :
ઉપર ની માહિતી ને ફોલ્લો કર્યા પછી તમારે તમારી Raja Chiththi નો મુખ્ય ભાગ લખવાન હોય છે જેમાં તમારી વાત તમે શિક્ષક સમક્ષ રજૂ કરી શકો અને તમારું યોગ્ય કારના દર્શાવી શકો છો. અલગ અલગ કારણ મુજબ તમે તમારી જાતે પણ લખી શકો છો અહી 2-3 ઉદાહરણ તમને બતાવ્યા છે જેમથી તમે થોડું ઘણું લખતા સિખી શકો છો.
આ પણ વાંચો : જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર
સાથે સાથે ઉપર દર્શાવેલા 3 સ્ટેપ પછી જ આ આગળ નું સ્ટેપ લખવું જેનું પૂરું માર્ગદર્શન તમે નીચે ફોટામાં પણ જોઈ શકશો.
![]() |
રજા ચિઠ્ઠી નો નમૂનો |
ઉદાહરણ તરીકે
1. લગ્ન માં જવા માટે રજા ચિઠી નો નમૂનો:
આદરણીય ગુરજી સવિનય સાથ જાણવાનું કે હું ધોરણ ( જે ધોરણ માં અભ્યાસ કરતાં હોય તે ) અભ્યાસ કરું છું અને તારીખ ( જે તારીખ માટે રજા લેવાની હોય તે તારીખ ) ના રોજ મારે મારા ( કાકા , મામા , ફાઈ , ભાઈ ,બહેન કે કોઈ પણ સગા સબંધી જેના લગ્ન માં જવાનું હોય ) ના લગ્ન માં જવાનું હોવાથી હું તે દિવસે શાળા માં આવી શકું તેમ નથી તો મને રજા આપવા નમ્ર વિનંતી.
રજા પૂરી કર્યા પછી શાળા માં આવીને હું મારો અભ્યાસ અને ગૃહકાર્ય પૂરું કરી લઇશ.
લી. આપનો વિશ્વાશું વિધ્યાર્થી ( તમારું નામ / સહી ) આ માહિતી નીચે જમણી સાઈડ લખવી.
2. બીમાર કે તાવ માટે રજા ચિઠી નો નમૂનો :
સવિનય સાથ જાણવાનું કે હું ધોરણ ( જે ધોરણ માં અભ્યાસ કરતાં હોય તે ) અભ્યાસ કરું છું અને ગઈકલ તું મારી તબિયત સારી નથી ( તાવ આવે છે ) જેથી મારી તબિયત સુધરે નહીં ત્યાં સુધી હું શાળા માં આવી શકું તેમ નથી તો મારી રજા મંજૂર કરવા વિનંતી.
3. કોઈ અન્ય કારણ સર રજા ચિઠી લખવી હોય ત્યારે.
પૂજ્ય ગુરુજી આદર ભાવ સાથે જાણવાનું કે હું ધોરણ ( જે ધોરણ માં અભ્યાસ કરતાં હોય તે ) માં અભ્યાસ કરું છું અને તારીખ ( જે તારીખ થી રજા રાખવાની હોય એ તારીખ ) સુધી શાળા માં ( તમારું રજા લેવાનું કારણ ) આવી શકું તેમ નથી તો મારી રજા મંજૂર કરવા વિનંતી.
શાળા માં આવ્યા પછી હું મારૂ ગૃહકાર્ય અને અભ્યાસ સ્વાધ્યાન અથવા મિત્રોની મદદ થી પૂરું કરી લઇશ.
આપનો આજ્ઞાકારી વિધ્યાર્થી.
રજા ચિઠી લખતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો :
- જમણી બાજુ નામ, સરનામું,તારીખ અને વાર જરૂર લખવું.
- ખરાબ શબ્દો કે શિક્ષક નું સન્માન ઘવાય તેવા અપશબ્દો નો ઉલ્લેખ ના કરવો.
- Raja Chiththi વિન્મ્ર્તા અને આદર પૂર્વક જ લખવી.
- ખોટા બહાના કે ખોટી રજા માટે ના લખવી.
- જે તારીખ ની રજા લેવાની હોય એ તારીખ નો ઉલ્લેખ જરૂર કરવો.
- નીચે તમારું નામ અને સહી જરૂર કરવી.
વિધ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને અમારી આ રજાચિઠ્ઠી ગુજરાતી વિષેની પોસ્ટ પસંદ આવી હશે અને હવે તમે પણ એક સારી એવી gujarati Raja Chiththi લખીને તમારા વર્ગ શિક્ષક ને મોકલી શકશો. પોસ્ટ પસંદ આવે તો તમારા મિત્રો અને ઉપયોગી થાય એવા લોકો સાથે જરૂર શેર કરવી.
ટેગ : ગુજરાતી રજા ચિઠી - રજા ચિઠ્ઠી ગુજરાતી માં - ગુજરાતી રજા ચિઠી નો નમૂનો - રજા ચિઠી કેવી રીતે લખવી?- rajachithhi no namuno - gujarati rajachithi