New Gujarati Kankotri Tahuko | ગુજરાતી કંકોત્રી ટહુકા

Gujarati Tahuka For Kankotri 

લગ્નની સિઝન આવે એટલ લોકો કંકોત્રીમાં લખવા માટે ગુજરાતી ટહુકા શોધી રહ્યા હોય છે આજે આ પોસ્ટના માધ્યમથી તમને થોડા ઘણા latest Gujarati Tahuko For Kankotri માટે આપીશું જે અમને આશા છે કે તમને પસંદ આવશે.

gujarati kankotri tahuko
ગુજરાતી કંકોત્રી ટહુકો 

ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે કંકોત્રીમાં ટહુકા શા માટે લખવામાં આવે છે તો અમે તમને જણાવી દઈએ કે ટહુકો લખવાથી કંકોત્રીનું ઘણું બધું મહત્વ વધી જાય છે સામેવાળી વ્યક્તિને ઘરના પ્રસંગમાં આમંત્રણ આપવા માટે એક મીઠો આવકારવા આપવાનું કામ આ ટહુકો કરતું હોય છે.

લગ્ન કંકોત્રીમાં જ્યારે પણ ટહુકો લખવામાં આવે છે ત્યારે ટહુકાની નીચે ભાણેજ ભત્રીજા કે નાના ભાઈ બહેન ના નામ લખવામાં આવે છે જે ટહુકા ને દર્શાવે છે કે તમે અમારા મામા, માસી, બેન કે ભાઈ  ના લગ્ન માં જરૂર ને જરૂર આવજો.

ચાલો વધારે વાત ન કરતા હું તમને થોડા ઘણા ગુજરાતી ટહુકા કહું જે અમને આશા છે કે તમને પસંદ આવશે અને તમે તમારી કંકોત્રીમાં લખાવી શકશો.

Gujarati Kankotri Tahuko || 

 સરિતા સાગર ને મળે તે સંગમ કહવાઇ વરસાદ ભીંજવે તેને હેલી કહેવાઈ  બે આત્માના મિલન ને લગ્ન કહેવાઈ  અને લગ્ન માં હોંશ થી આવે તેને મહેમાન કહેવાઈ તો મારા મામા માસી  ભાઈ ના લગન માં જરૂર ને જરૂર આવજો 

------------------------------------------------------------------------------------------

પત્રિકા લેજો સંભાળી , જોજો પડી ના જાય, ધીરે ધીરે વાંચો, કોઈ લીટી રહી ના જાય , સમય ની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી, અમે રાહ જોઈ રહ્યા છે તમારી, તો પછી કરો ને મારા મામા ભાઈ બહેન ના લગન માં આવવાની તૈયારી, 

------------------------------------------------------------------------------------------

gujarati kankotri tahuka
gujarati tahuka for kankotri

લગ્ન એ અઢી અક્ષર ની વાત છે પણ આ પ્રસંગ જીવન ભારનો સંગાથ છે અમે તમોને આમંત્રણ આપ્યું એ આપડાં સબંધ ની વાત છે પણ તમે અમારા પ્રસંગ માં હાજરી આપો એજ અમારા માટે આનંદ ની વાત છે, 

----------------------------------------------------------------------------------------

ગામની ડેલીએ ડાયરો જામશે, હરખધેલી માતા ગોળ ખવડાવશે , હોંશીલી ભાભી ઓવારણાં લેશે, નટખટ ફઈબાઓ ભત્રીજાને ઘોડલે ચડાવશે ત્યારે ધીમા પગે ઘૂઘટ માં લપાઈ ને નમણી વહુ પરિવાર માં આવશે,

---------------------------------------------------------------------------------------- 

Gujarati tahuka for Invitation 

એક મીઠા પ્રસંગ નું લાખેણું તેડું લાવી છું આમતો છું સાવ નાનકડી પણ મોટા મહેલે આવી શું , કહેવાવ છું કંકોતરી પણ આપને તેડવા આવી શું.

----------------------------------------------------------------------------------------

સગપણ ના સ્નેહ મળે ત્યાં હરખના હૈયા મળે અમને મળે મેળાવડો નવદંપંતિને મળે આશીર્વાદ અવસર છે મજાનો ચૂકશો નહીં લગન છે મારા મામા ના ભુલશો નહીં, 

----------------------------------------------------------------------------------------

વાત જોતાં હતા જે ઘડી ની એ શુભ પળ આવી છે ઘણી બધી વાતો છે દિલ માં જે તમને કેવી છે આવો મળીને આ ઉલાસ ના પ્રસંગ ને માણીએ પ્રેમ ભર્યા નિસ્વાર્થ હ્રદય થી વર અને વધુ ને વધાવીએ,

----------------------------------------------------------------------------------------

gujarati kankoti tahuka for marriage
gujarati kankotri tahuka

ચાંદ સિતારા ની રોનક પણ અમને ઓછી લાગશે તમારા થી જ તો અમારા પ્રસંગ ની ખુભ શોભા વધશે ખૂબ જ ભાવ થી લખી છે તમને આ કંકોત્રી વ્હાલા ને વિનતિ ચ તમે આવો તો ખુશી ઓની રમજટ જામશે.. 

----------------------------------------------------------------------------------------

અમે હજુ નાના બાળ જજુ કઈ બોલાઈ નઇ પ્રસંગ છે અમારો છાનું કઈ રેવાઈ ને કાકા મામા ના લગન માં જરૂર ને જરૂર આવજો ,  

----------------------------------------------------------------------------------------

ગુજરાતી ટહુકા કંકોત્રી માટે 

અમારા પરિવાર માં આજ આવ્યો રૂડો અવસર, પધારજો તમે નહીં તો રહી જશે દિલ માં કોઈ કસર, તમારા પ્રેમ અને આશીર્વાદ ની રહેશે અનેરી અસર રાહ જોઈશું અમે કે તમે આવોને હ્રદય માં મળે સાકર, અમારા બેન માસી કે ફાઈ ના લગન માં જરૂરથી આવજો 

----------------------------------------------------------------------------------------

ફાઇબના હાથ પીળા કરવાનો આ રૂડો અવશરા છે અમોએ પાપણ પછવાડે પાનીડા સંતાડયા છે પણ હૈયે હરખ ના દિયા ઉમટ્યા છે, તેની છલક છલક થતી છાલક રૂપે તમને ઉષ્મા ભર્યું નોતરું .

----------------------------------------------------------------------------------------

ઘર અમારું મંદિર , સંસ્કાર અમારી સોભા, મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરિભાષા, શાન માં કહી એ કે કાનમાં નાના કહેવા dyo ને જાહેરા માં અમારા કાકા ના લગન માં જરૂર આવજો 

----------------------------------------------------------------------------------------

gujarati tahuko for kankotri
gujarati tahuko kankotri

જેમ સુરજ ઉગવાનુ ભૂલતો નથી કમળ ખીલવાનું ચૂકતો નથી તેમ તમો મારા મામા ના લગન માં આવવાનું ચુકતા નઇ , 

----------------------------------------------------------------------------------------

કુમકુમ પત્રિકા ને ન જાણતા કાગળ નો ટુકડો, રૂબરૂ મળ્યા સરિખા જાણશોજી કરજોડી વિનિવાએ તમને અમારા કાકા ના લગ્ન પ્રસંગે જરૂર ખાશ પધારજો, 

----------------------------------------------------------------------------------------

ગુજરાતી લગ્ન કંકોત્રી ટહુકા

થસે આપનું આગમન તો ફૂલોમાં સુગંધ ફેલાઈ જશે, રૂપેરા આભમાં પક્ષીઓ ખુશી થી પક્ષીઓ લહેરાઈ જશે આપ પધારશો અમારા ભાઈ ના લગ્ન માં તો હૈયું હરખાઈ જશે ... વિનીત સંજય દીક્ષિત 

----------------------------------------------------------------------------------------

આંખો રાખશો ખૂલી તારીખ ના જશો ભૂલી આપના આગમન થી અમારી બેની ખુશી થી જસે ફૂલી તો લગન માં આવવાનું ના ભૂલતા ...

----------------------------------------------------------------------------------------

હસ્તી અને હસાવતી સુંદર અને સો  હામણી સોના કરતા સવાઇ માણેક કરતાં મોંઘી રૂપા કરાયા રુડી પરિયોથી પણ પ્યારી એવી અમારી મન ગમતી માસી ફુઈ ના લગન માં વ્હેલેરા પધારજો.  

----------------------------------------------------------------------------------------

આ પણ વાંચો : નવા જીવન ગુજરાતી સુવિચાર