મિત્રો આજે અમે પણ તમને ઘણા બધા જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર ટેક્સ્ટ સ્વરૂપ માં બતાવીશુ જે તમારા જીવના માં ઘણું બધુ પરીવર્તન લાવી શકે છે અને તમે અન્ય લોકો ને પણ સારું એવું જીવન જીવવા માટે નીચેના જીવન ગુજરાતી સુવિચાર કહી શકો છો.
કહેવાય છે ને કે એક પુસ્તક પણ માણસ નું જીવન બદલી શકે છે અને મારા જીવન ના બદલાવ નું કારણ હોય તો એ છે આ ગુજરાતી પુસ્તક જેને મે મારા જીવન માં એક સુવિચાર રૂપી અમલ માં લાવીને ઘણું બધુ પરીવર્તન કરી નાખ્યું છે.
પુસ્તક નું નામ અને વધારે માહિતી માટે અહી ક્લિક કરો
તો ચાલો મિત્રો તમે જેના માટે અમારી વેબસાઇટ માં આવ્યા છો તેવા જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર ટેક્સ્ટ સ્વરૂપ માં અને ગુજરાતી સુવિચાર ફોટા ના સ્વરૂપ માં બતાવીએ.
જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર
આવડત કેવી રાખો કે
તમને હરાવવા માટે કોશિશ નહીં
પણ કાવતરા કરવા પડે
————————————
સમય કોઈનો સગો થતો નથી
અને સગા બધા સમય જોઈને થાય છે
————————————
તમે એકલા રહેવાથી એટલા
દુઃખ નહીં થાવ સાહેબ જેટલા
એક ખોટા માણસ સાથે રહેવાથી થશો
————————————
મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો
કરવાવાળા લોકો એ લોકો કરતાં
લાખ ઘણા સારા હોય છે જે
આપણી સામે કંઈક અલગ અને
પીઠ પાછળ અલગ હોય છે
————————————
પોતાનો ઈગો જીદ અને એટીટ્યુડ
એ લોકો માટે ખોઈ દેવા તૈયાર હોય છે
જે સાચે જ એમની કદર કરતા હોય છે
————————————
જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની
સાહેબ શું ખબર સફળતા તમારા છેલ્લા
પ્રયત્નોની રાહ જોતી હોય
————————————
અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો
તો પણ બદલામાં તમને
દુઃખ સિવાય બીજું કશું નહીં મળે
————————————
મૌન સૌથી સારો જવાબ છે
એ લોકો માટે છે તમારા
શબ્દોને મહત્વ નથી આપતા
————————————
મને હોય તો મમરા પણ સારા લાગે
અને જો મન દુઃખ હોય તો
કાજુ બદામ પણ ખોરા લાગે
————————————
આ પણ વાંચો : ગુજરાતી લવ શાયરી અને સુવિચાર
કબુલ કરવાની હિંમત અને
સુધારી દેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે
————————————
મનમાં વહેમ મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો
આવી જાય ત્યારે સમજી જવું કે
સંબંધની હાર નિશ્ચિત છે
————————————
અત્યાર ની આ દુનિયા માં જેટલું તમે વધુ પોતાનું કરવા જશો
એટલા જ તમે વધુ હેરાન થતાં જશો
————————————
સંબંધ ત્યારે નબળા પડે જ્યારે
એકબીજાને પામવા નીકળેલા બે જણ
એકબીજાને માપવા લાગે
————————————
એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો
અફસોસ ના કરવો જે વારંવાર એકની એક
ભૂલ કર્યા કરે અને પોતાની ભૂલ હોવા છતાં
કબુલો નહી અને ઊલટું આપણને દોષિત ઠેરવે
————————————
ગુજરાતી સુવિચાર text
દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે
એવું ના હોય ક્યારેક તમારા નજીકના લોકો પણ
તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે
————————————
અમુક માણસો સંબંધ છોડી દેશે
પણ પોતાની ખોટી જિંદ
ક્યારેય નહીં છોડે
————————————
સંબંધ કોઈ પણ હોય વાત જ્યારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે
————————————
ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો
કેમકે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે
————————————
માણસ ભલે લાખ સમજદાર હોય પણ
જો કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ જ નથી
————————————
કોઈની વાતોમાં ન આવી જવું અહી
તો વખાણ પણ લોકો મતલબથી કરે છે
————————————
જીવનમાં બે સરળ સૂત્ર છે
સંપૂર્ણ સમજ્યા વગર કોઈ ચર્ચા ન કરશો
અને ગેરસમજમાં કોઈ સાથે સંબંધ પૂર્ણ નાં કરશો
————————————
બોલતા પહેલા વિચારતા શીખજો
સાહેબ કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતી
————————————
સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે
કારણ કે સ્મશાન તો મરેલા ને બાળે છે
જ્યારે સંસાર જીવતાને બાળ
————————————
પેલા અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે
જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય
છે કે માણસ મૃત્યુ પછી
પણ બીજા કેટલા વર્ષ જીવશે
————————————
કપડાં સારા હશે તો માણસો લાઈક કરજે
પણ વ્યક્તિત્વ સારું હશે તો
માણસ ફોલો પણ કરશે
————————————
જીવન સરળ બનાવવા માટે
બે વસ્તુ ની ગણતરી છોડી દો
પોતાનું દુઃખ અને બીજાનું સુખ
————————————
ગુજરાતી સુવિચાર જીવન ને લગતા
માફી ના હકદાર ભૂલ કરવા વાળા હોય છે
સાલાકી કરવાવાળા નહીં
————————————
છેતરાયેલા અને ઘડાયેલા માણસો
કોઈ પણ જગ્યાએ
કોઈ દિવસ પાછા ના જ પડે
————————————
જિંદગી રોજ મને શીખવે કે
જીવતા શીખ એક સાંધતા
તેર તૂટશે પણ સિવતા શીખ
————————————
આ પણ વાંચો : ગુજરાતી મોટીવેશનલ સુવિચાર
વિચારવા દો એ જેને જે વિચારવું હોય સાહેબ
જરૂર નથી કે દરેક માણસ આપણી
વાસ્તવિકતા સમજવાની લાયક હોય
————————————
ગુસ્સો પણ એમની પર જ કરજો
સાહેબ જેના પર તમે વિશ્વાસ હોય
કે એ તમને મનાવી લેશે
————————————
અભિમાન એ કેવી ખરાબ ભૂખ છે
સાહેબ કે જે તમારા સારા
સંબંધોનો પહેલો ભોગ લેશો
————————————
સમયથી કોઈ હારતું નથી
અને સમયથી કોઈ જીતુ પણ નથી
પરંતુ સમયથી જે શીખે છે
એ જ વ્યક્તિ સફળ થાય છે
————————————
કોઈને એટલી જ સલાહ આપો
જેટલી એ સમજી શકે કેમ કે
ડોલ ભરાય પછી પાણીનો
બગાડ જ થાય છે
————————————
લોખંડને તોડવું ખૂબ અઘરું છે
પરંતુ તેનો કાટ તેને તોડી નાખે છે
એવી જ રીતે માણસને તેના નબળા
વિચારો જ તેને હરાવી દેશે
————————————
ખુશીની પાછળ સંતાયેલો એક આંસુ
ગુસ્સાની પાછળ સંચાલો પ્રેમ
અને ચૂપ રહેવા પાછળનું કારણ
અમુક લોકો જ સમજી શકે છે
————————————
આ પણ પસંદ આવશે : નવા જીવન ગુજરાતી સુવિચાર text
જિંદગીમાં એક એવો સમય જરૂર આવે છે
જ્યારે વ્યક્તિ નક્કી કરવાનું હોય છે
કે પાનું ફેરવવું છે કે ચોપડી જ બંધ કરાવી છે
આ સમયે વિરોધ પૂર્ણ લીધેલા
નિર્ણયો પર જિંદગીની આગલી
સફરનો આધાર હોય છે
————————————
ઈશ્વરે બનાવેલ અદભુત સૃષ્ટિમાં
દરેક જીવનનું પેટ ભરવા ભગવાન
બંધાયેલા છે મારા સાહેબ પણ માણસને
તો પેટી અને પટારા ભરવા છે
એનું શું કરવું સમજાય તેને વંદન
————————————
સફળ જીવનના સુવિચાર
જિંદગીની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ
સાહેબ બાકી લોકોના તો
પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના
————————————
એક સ્ત્રી કદાચ સોનું પારખવામાં
ભૂલ કરી શકે પણ વ્યક્તિની નજર અને પારકોમાં
ક્યારે ભૂલી ના શકે
————————————
જીજ્ઞા શબ્દ અને શબ્દનો વટ
માણસનું મગજ નહીં એના
કિસ્સા નો ભાર નથી કરે છે
————————————
મા બાપ ભણેલા હોય કે અભણ
પણ જ્યારે તમે જિંદગીથી હારી જાવ
ત્યારે એ જ શીખવાડે કે
આગળ કેમ વધવું
————————————
લક્ષ સાચું હોવું જોઈએ
કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે
પરંતુ તે નિર્માણ માટે નહીં વિનાશ કરે છે
————————————
માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય
પણ એ કોઈની લાગણી ના સમજે ને
તો એ સમજદારી નો
કોઈ મતલબ નથી
————————————
![]() |
જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર |
મિત્રતા ખાતર મરવું એ બહુ મોટી વાત નથી
પરંતુ જેને માટે મરવાનું મન થાય
તેવો મિત્ર મળવા
બહુ મોટી વાત છે
————————————
એ વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય
તો સાહેબ અફસોસ ના કરતા જે
પોતાની ભૂલ હોવા છતાં પોતે
કરેલી ભૂલ કબૂલે નહીં અને
ઊલટું આપણને દોષ આપે
————————————
તમે કોઈની છેતરવામાં સફળ થાવ
તો તે વ્યક્તિ મૂર્ખ છે એમ ના સમજવું
સમજજો કે તમારી લાયકાત કરતા વધારે
વિશ્વાસ એને તમારા પર મૂક્યો
————————————
સંબંધ નિભાવો જ હોય તો
કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ
જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ
ઓળખાણ કાઢવા લાગે છે
————————————
કોઈ એક વ્યક્તિ માટે વધુ
પડતી લાગણી તમને હથિયાર વગર જ
અંદર થી મારી નાખે છે
————————————
દરેક વ્યક્તિને જીવનમાં એક વાત તો
અનુભવ થાય જ છે કે લાગણી ખોટી નથી
પણ ખોટી જગ્યાએ હતી
————————————
નમવાથી જો સંબંધ મજબૂત થતા હોય તો
નમી જાવ પણ દર વખતે તમારે જ
નમવું પડે તો થોડું ખમી જાવ
————————————
મિત્રો હું આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર અને જીવન ગુજરાતી સુવિચાર પસંદ આવી હશે અને તમારે જેવા ગુજરાતી સુવિચાર જોઈતા હશે તેવા મળી ગયા હશે.
જો તમને પણ આવા સુવિચાર અને શાયરી વાંચવાનો ખૂબ શોખ હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો જેથી અમે પણ તમારી માટે ઘણી બધી નવી ગુજરાતી શાયરો અને સુવિચાર લાવતા રહીએ.
ઉપરની પોસ્ટ ગુજરાતી જીવન સુવિચાર જો પસંદ આવે તો અન્ય લોકોને શેર કરવાનું ના ભૂલતા
ધન્યવાદ
અમારી સાથે જોડાવ
અત્યાર સુધી અમારી સાથે Instagram માં 5000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.